Friday 13 October 2023

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-37-Yogsutra of Patanjali-Gujarati

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-37-Yogsutra of Patanjali-Gujarati: યોગી કહે છે કે-બંને સાચા છે. "બુદ્ધિ" ની દ્રષ્ટિએ આપણે "બદ્ધ" છીએ અને "આત્મા" ની દ્રષ્ટિએ આપણે "મુક્ત...

Thursday 12 October 2023

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-37-Yogsutra of Patanjali-Gujarati

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-37-Yogsutra of Patanjali-Gujarati: યોગી કહે છે કે-બંને સાચા છે. "બુદ્ધિ" ની દ્રષ્ટિએ આપણે "બદ્ધ" છીએ અને "આત્મા" ની દ્રષ્ટિએ આપણે "મુક્ત...

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-36-Yogsutra of Patanjali-Gujarati

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-36-Yogsutra of Patanjali-Gujarati: द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः (૨૦) દ્રષ્ટા (આત્મા) ચૈતન્ય-માત્ર છે અને શુદ્ધ હોવાં છતાં બુદ્ધિ દ્વારા જુએ છે. (૨૦) ...

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-47-Yogsutra of Patanjali-Gujarati

OHM ॐ AUM-SIVOHM: પતંજલિના યોગસૂત્રો-47-Yogsutra of Patanjali-Gujarati: तज्जयात् प्रज्ञालोकः (૫) આ "સંયમ" માં સિદ્ધ થવાથી "જ્ઞાન" નો પ્રકાશ થાય છે. (૫) યોગી જયારે આ "સંયમ"...

Monday 20 June 2011

ધ્યાન


ધ્યાન


છોડીને સઘળા ધર્મો, તારૂં જ શરણું ધર્યું,


તું જ સકળ પાપોથી, છોડાવ મુજને પ્રભુ...૧.


વસીને સર્વ ભૂતોનાં, હ્રદયે પરમેશ્વર,


માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યાં...૨.


તારે જ શરણે આવું, સર્વભાવથી કેશવ,


તારા અનુગ્રહે લૈશ, શાંતિ ને શાશ્વત પદ...૩.


અનન્ય ચિત્તથી જેઓ, કરે તારી ઉપાસના,


તે નિત્યયુક્ત ભક્તોનો, યોગક્ષેમ ચલાવતો...૪.


પત્રં પુષ્પં ફલં તોયં, જે આપે ભક્તિથી તને,


ભક્તિએ તે અપાયેલું, આરોગે યત્નવાનનું...૫.


જે કરૂં, ભોગવું વા જે, જે હોમું દાન જે કરૂં,


આચરૂં તપને વા જે, કરૂં અર્પણ તે તને...૬.


સમ તું સર્વભૂતોમાં, વા’લા-વેરી તને નથી,


પણ જે ભક્તિથી સેવે, તેમાં તું, તુજમાંહી તે...૭.


મોટોયે કો દુરાચારી, એકચિત્તે ભજે તને,


શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને...૮.


સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,


જો તારો આશરો લે તો, તે યે પામે પરંગતિ...૯.


વીત-રાગ-ભય-ક્રોધ, તને આશ્રિત, તું-મય,


જ્ઞાન-તપે થઈ શુદ્ધ, પામ્યા ત્વદભાવને ઘણા...૧૦.


અજન્મા, અવ્યયાત્મા ને, ભૂતોનો ઈશ્વરે છતાં,


ઊપજે આત્મમાયાથી, તારી પ્રકૃતિ પેં ચડી...૧૧.


પ્રકૃત્તિ પ્રસવે સૃષ્ટિ, તારી અધ્યક્ષતા વડે,


તેના કારણથી થાય, જગનાં પરિવર્તનો...૧૨.


અવ્યક્તરૂપ તું-થી જ, ફેલાયું સર્વ આ જગત્,


તું-માં રહ્યાં બધાં ભૂતો, તું તેમાંહી રહ્યો નથી...૧૩.


નથીયે કો તું-માં ભૂતો, શો તારો યોગ ઈશ્વરી,


ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત-સર્જક-રૂપ તું...૧૪.


સર્વગામી મહાવાયુ, નિત્ય આકાશમાં રહે,


તેમ સૌ ભૂત તારામાં, રહ્યાં છે એમ જાણું હું...૧૫.


તું જ આત્મા, હ્રષીકેશ, ભૂતોનાં હ્રદયો વિષે,


આદિ, મધ્ય તથા અંત, તું જ છું ભૂતમાત્રનાં...૧૬.


બીજ જે સર્વ ભૂતોનું, જાણું હું તેય તું જ છું,


તું વિનાનું નથી લોકે, કોઈ ભૂત ચરાચર...૧૭.


જે કોઈ સત્ત્વમાં કાંઈ, લક્ષ્મી વીર્ય, વિભૂતિ વા,


જાણું તે સઘળું તારા, તેજના અંશથી થયું...૧૮.


ભગવન્ લાભ શો મારે, જાણી વિસ્તારથી ઘણા,


એક જ અંશથી તારા, આખું વિશ્વ ધરી રહ્યો...૧૯.


બીજું કોઈ નથી તત્ત્વ, તારાથી પર જે ગણું,


તું-માં આ સૌ પરોવાયું, દોરામાં મણકા સમું...૨૦.


ભૂતેશ, ભૂતકર્મા હે, દેવદેવ, જગત્પતે,


યોગેશ્વર, નમી માગું, અખંડ તુજ યોગને...૨૧.


તું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ,


જ્ઞેય, પવિત્ર ઓંકાર, ઋગ્, યજુર્, સામવેદ તું...૨૨.


પ્રભુ, ભર્તા, સુહ્રદ્, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ,


ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય...૨૩.


સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર,


ક્હેવાય પરમાત્માયે, દેહે પુરૂષ તું પરં...૨૪.


અવ્યયી પરમાત્મા તું, વિના-આદિ, વિના-ગુણો,


તેથી દેહે રહે તોયે, તું અકર્તા, અલિપ્ત રહે...૨૫.


સૂક્ષ્મતા કારણે વ્યોમ, સર્વવ્યાપી અલિપ્ત રહે,


આત્મા તું તેમ સર્વત્ર, વસી દેહે અલિપ્તક્ષરથી રહે...૨૬.


કાં જે તું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,


તેથી તું લોક ને વેદે, વર્ણાય પુરૂષોત્તમ...૨૭.


તમે પરં અક્ષર, જ્ઞેય તત્વ,


તમે મહા આશ્રય, વિશ્વનું આ.


અનાશ છો, સાશ્વતધર્મપાળ,


જાણું તમે સત્ય, અનાદિ દેવ...૨૮.


પુરાણ છો પુરૂષ, આદિદેવ,


તમે જ આ વિશ્વનું, અંત્યધામ.


જ્ઞાતા તમે, જ્ઞેય, પરં પદે છો,


તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ...૨૯.


જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તર્યું આ બધું,


તું જ તે સર્વ દેવેશ, પરંબ્રહ્મ સનાતન...૩૦.


નિવાસ સૌના હ્રદયે કરે તું,


તું-થી સ્મૃતિ, જ્ઞાન તથા વિવેક.


વેદો બધાનું, તું જ એક વેદ્ય,


વેદાન્તકર્તા, તું જ વેદવેત્તા...૩૧.


જેને કહે ’અક્ષર’ વેદવેત્તા,


જેમાં વિરાગી, યતિઓ પ્રવેશે.


જે કાજ રાખે, વ્રત બ્રહ્મચર્ય,


ઓંકાર શબ્દે, પદ વર્ણવે જે...૩૨.


સૂર્ય જેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં,


જ્યાં પોં’ચી ન ફરે પાછા, તારૂં તે ધામ ઉત્તમ...૩૩.


પરંબ્રહ્મ, પરંધામ, છો પવિત્ર તમે પરં,


આત્મા, શાશ્વત ને દિવ્ય, જન્મા, આદિ ને વિભુ...૩૪.


તમારૂં રૂપ જાણે ના, દેવો કે દાનવો, પ્રભુ,


તમે જ આપને આપે, જાણતા, પુરૂષોત્તમ...૩૫.


અવજાણે તને મૂઢો, માનવી દેહને વિષે,


ન જાણતા પરંભાવ, તારો ભૂત મહેશ્વરી...૩૬.


તારાં જન્મ તથા કર્મ, દિવ્ય જે આમ તત્વથી,


જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ તે...૩૭.


મહાત્માઓ તને જાણી, ભૂતોનો આદિ અવ્યય,


અનન્ય મનથી સેવે, દૈવી પ્રકૃતિ આશર્યા...૩૮.


કિર્તિ તારી સદા ગાતા, યત્નવાન, વ્રતે દ્રઢે,


ભક્તિથી તુજને વંદી, ઉપાસે નિત્ય યોગથી...૩૯.


જ્ઞાન યજ્ઞેય કો ભક્તો, સર્વવ્યાપી તને ભજે,


એક ભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા...૪૦.


સતત એક ચિત્તે જે, સદા સંભારતો તને,


તે નિત્યયુક્ત યોગીને, સે’જે તું પ્રાપ્ત થાય છે...૪૧.


તને પોં’ચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિદ્ધિને.


વિનાશી દુઃખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં...૪૨.


રહેલો આત્મભાવે તું, તેજસ્વી જ્ઞાનદીપથી,


કરૂણાભાવથી મારા, અજ્ઞાનતમને હણ...૪૩.


મને અખંડ યોગીને, ભજતા પ્રીતિથી તને,


આપ તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળું તને...૪૪.


મન-ભક્તિ તને અર્પું, તને પુજું, તને નમું,


નિશ્ચે તને જ પામીશ, તું-પરાયણ, ઈશ્વર...૪૫.


...........................


ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ